કેરા મધ્યે આવેલ પશુ દવાખાના ની અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલું લેતું નથી

કેરા મધ્યે આવેલ પશુ દવાખાના ની અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલું લેતું નથી ડોક્ટર કોણ છે એ ગામ લોકોને ખબર નથી . કયારે ડોક્ટર અહી આવતા પણ નથી એક કમ્પાઉડર ક્યારેક 1 થી 2 કલાક આવે છે. અને ચાલ્યા જાય છે. ગામમાં ના ધનીયાતા પશુ કે બીજા કોઈ પશુ હોય તે બીમારી થાય તો ગામના સેવાભાવી લોકો દવા દારૂ કરે છે. આમ તો બારે બોર્ડ લાગેલો છે. સમય સવારે 8 થી 12 અને બપોરે 3 થી 5:30 સુધીનો પણ અહી કોઈ ફરકતું નથી તેવું ગામ લોકોનું કહેવું છે. જેની રજૂઆતો પણ કેટલી વખત તંત્રનું કરવામાં આવેલી છે. પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી.અને પશુઓના મોત થાય છે. રિપોર્ટ બાય : રવીલાલ હિરાણી-કેરા.