કાર્ગો પી એસ એલ વિસ્તારમાંથી બોગસ ડિગ્રીધારક ડોકટરને ઝડપી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક અંજારનાઓએ સુચના આપેલ કે હાલમાં ચાલતી વૈશ્વિક મહામારીકોવીડ-૧૯(કોરોના) ની બિમારી ફેલાયેલ હોય જેથી જીલ્લ્લામાં ડોકટરની ડિગ્રી ન ધરાવતા હોય અને ડિગ્રી વગરના બોગસ ડોકટરો શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર ર કાર્યવાહી કરવા જણાવેલ હોય જેથી આજરોજગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાર્ગો પી એસ એલ શેરી નં ૩ ખાતે આવેલ શટર વાળી દુકાનમાં સરકારી મેડીકલ ઓફીસર મિતેશ એલ દેવરીયા ગાંધીધામ નાઓને સાથે રાખી રેડ કરતા ડોકટરની ડિગ્રી ન ધરાવતા હોય અને ડિગ્રી વગરના બોગસ ડોકટરને શોધી કાઢી પકડી પાડી તેમના તેમના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.