ટાઇમ ઝોને કરી ઉંઘ હરામ: કચ્છના આ ગામમાં અડધો કલાક વહેલું વાગે છે મોબાઇલ એલાર્મ જાણો કેમ બદલાઇ જાય છે ટાઇમ ઝોન

કચ્છના કાળીતલાવડી ગામે સવારે મોબાઈલ ટાઇમઝોન પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બદીન શહેરનો થઇ જાય છે! પાકિસ્તાન સમીપે વસેલા કચ્છ જિલ્લાના ગામડામાં આ પ્રકારનો ટેક્નિકલ લોચો મોટો પ્રશ્નાર્થ સર્જે છે! અચાનક લોકેશન બદલતા જ મોબાઈલ વપરાશકર્તાના એલાર્મ અડધો કલાક પહેલા વાગે છે અક્ષાંશ-રેખાંશના આધારે નજીકના મોબાઈલ નેટવર્કના સિગ્નલ પર બદલે છે ટાઇમઝોન: કચ્છ જિલ્લો એક ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો સંવેદનશીલ વિસ્તાર છે. ભુજ તાલુકાના કાળીતલાવડી ગામે સવારે મોબાઈલ ટાઇમઝોન પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બદીન શહેરનો થઇ જાય છે.
કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનના જુદાં જુદાં શહેરોના ટાઈમઝોન બતાવે છે. સવારના ભાગમાં અચાનક લોકેશન બદલતા જ મોબાઈલ યુઝરનો એલાર્મ અડધો કલાક પહેલા વાગે છે. કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનનો ટાઇમ ઝોન અને લોકેશન બતાવે છે. ભારત પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કાળીતલાવડી ગામમાં જીપીએસ લોકેશન આપમેળે પાકિસ્તાનના વિવિધ પ્રાંતના થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભુજ તાલુકાના કાળીતલાવડી ગામે વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કેટલાક યુઝર્સના મોબાઈલ ટાઇમઝોન સિંધ પ્રાંત અને તેના બદીન શહેરનો દર્શાવતા આશ્ચર્ય સર્જાયું છે.જો કે સમય સાથે જ તેમના ફોનના એલાર્મ પણ અડધો કલાક પહેલા વાગે છે.
આ અગાઉ અનેકવાર એવી ચર્ચાઓ થઇ હતી કે, પાકિસ્તાનના રેડિયો કચ્છમાં સંભળાય છે. જો કે હવે તો ત્યાંના નેટવર્ક ઝોન પણ કચ્છના ગામડાઓમાં મોબાઈલ નેટવર્કને અસર કરી રહ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્પેસ એપ્લિકેશન સાથે જોડાયેલા તજજ્ઞોના મત અનુસાર પાકિસ્તાનનું બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશનનું સિગ્નલ પ્રબળ હોતા આ પ્રકારનો બદલાવ થઇ શકે છે. લોકેશન એ કોઈપણ મોબાઈલ નેટવર્કના બીટીએસ એટલે કે બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશન સિગ્નલની આસિસ્ટેડ સર્વિસ હોય છે.એટલે જ તે દૂરથી પણ સંભવત તે સિંધ કે બદીન દર્શાવતું હોય. પાકિસ્તાનથી કાળીતલાવડી ઘણું દૂર હોવા છતાં ટાઇમઝોન બદલાય છે અને GPS લોકેશનમાં પણ પાકિસ્તાનના જુદાં જુદાં શહેરો અને ગામડાનું લોકેશન પણ આવતું હોય છે. ભુજના કાળીતલાવડીથી બદીનનું અંતર 173 કિલોમીટર જેટલું સીધી લીટીમાં થાય છે.તો મોબાઈલના સિગ્નલ આધારે જીપીએસ અને ટાઇમઝોન બદલવા એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર મુદ્દો છે. કાળીતલાવડીના અગ્રણીઓ અને લોકોમાં આ મુદ્દે ભારે ચર્ચા પણ થઈ રહી છે કે કચ્છ કલેકટર, SP, IG, તથા સરહદને લગતી એજન્સીઓ દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ પણ લાવવો જોઈએ. કાળીતલાવડીના હરિ આહીર નામના યુવકે જણાવ્યું કે,તેના મોબાઈલમાં સવારે પાંચ અને સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બને છે,જેમાં તેના ફોનમાં સવારનું એલાર્મ અડધો કલાક વહેલું થતા ખબર પડી હતી. થોડા સમય પહેલા સિંધ અને તાજેતરમાં બદીનનું લોકેશન દર્શાવતું હતું આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયામાં કોઈ પણ નવી પોસ્ટ કરે કે કોમેન્ટ કરે ત્યારે તેના ફોનમાં પાકિસ્તાનના શહેરોનો લોકેશન સિલેક્ટ થઈ જાય છે. પાકિસ્તાનના શહેરોના લોકેશન અને ટાઇમ ઝોન મોબાઈલમાં બતાવે છે. આ ઉપરાંત ગૂગલ માં પણ લોકેશન માટે જોવું હોય તો આ યુવાન પાકિસ્તાનમાં છે તેવું જણાઈ આવે છે. પાકિસ્તાનના જુદાં જુદાં શહેર તથા ગામડાનો લોકેશન સિલેક્ટ થઈ જાય છે. હરિભાઈ મોબાઈલમાં સવારે પાંચ અને સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બને છે,જેમાં ફોનમાં સવારનું એલાર્મ અડધો કલાક વહેલું થતા ખબર પડી હતી. પરંતુ એમને એમ થયું કોઈ એમના ફોનમાં જ ટેકનિકલ ખામી હશે માટે આવું બનતું હશે પરંતુ આવું અવારનવાર બનતા મે આ વાત મારા મિત્ર વર્તુળમાં જણાવી. આ અંગે ગામના અગ્રણી એ પણ સતર્કતા જરૂરી છે એવું જણાવ્યું, આ ઘટના અંગે કચ્છ કલેકટર, એસપી, એસઓજી, કે સરહદ સબંધિત એજન્સીએ આની નોંધ લેવી જોઈએ અને યોગ્ય તપાસ કરવી જોઈએ. જાણો શું કહ્યું ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે? ટાઇમઝોન અને આ સેટિંગ ઓટોમાં હોય ત્યારે નજીકના મોબાઈલ ટાવરમાંથી અક્ષાંશ-રેખાંશના આધારે પકડતું હોય છે.અમેરિકામાં એકસાથે 4 ટાઇમઝોન છે. જેથી ત્યાંના લોકોને ઓટો ટાઇમઝોનની જરૂર પડતી હોય છે.રેખાંશના આધારે જે મોબાઈલ નેટવર્ક નજીક હોય ત્યાંથી તે ઓટો ટાઇમઝોન ડિટેકટ કરી મોબાઈલ લોકેશન અને ત્યાંનો સમય ઓટોમાં સેટ કરે છે. નવાઈની વાત છે, પાકિસ્તાન કાળીતલાવડીથી કેટલીય દૂરી પર હોતા આ ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘે આ સમગ્ર ઘટના અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ઘટના અંગે એસઓજી , પી આઈ દ્વારા તપાસ કરવામાં આવશે.