ભંગારના વાડામા વાહનો પર બનાવટી નંબરો લગાવી વેચાણ કરતા ઇસમોનો પર્દાફાસ કરતી અંજાર પોલીસ

WhatsApp-Image-2021-06-03-at-9.24.10-PM

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ- કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ સૂચના આપેલ કે જીલ્લ્લામા વાહન ચોરીના બનાવો બનતા હોઇ જે બનાવો શોધી કાઢવા સૂચના આપેલ જેથી ના.રા. દરમ્યાન વાહન સબંધી ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા સાહેબને ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે અંજાર-ભુજ બાયપાસ રોડ પર ઓમનગર રોડ પર ક્રિષ્નાનગર-ર માં આવેલ “ ઝમઝમ સ્ક્રેપ ” નામના ભંગારના વાડામાં ચોરીના કે છળ કપટથી મેળવેલ વાહનોના રજી. નંબર બીજા વાહનો પર લગાવી તે વાહનોના ચેસીસ નંબર તથા એન્જીન નંબર પણ બીજા વાહન પર લગાવી લઇ તે વાહનો ગ્રાહકોને વેચી દેતા હોવાની બાતમી આધારે રેડ કરી ભંગારના વાડામાથી એક કાળા
કલરની સ્વીફ્ટ વીડીઆઇ ગાડી જેના રજી.નં-જીજે-૧ર-એઈ-૩૮૬૬ તેના એંજીન નંબર ચેસીસ નંબરનું લેબલ કાઢી નાખેલ તેમજ તેના ચેસીસ એમએ3 એફકેઈબી 1 એસ ૦૦૩૭૭૪૦૪ વાળા વેલ્ડીંગથી ફીટ કરી બીજા લગાવેલ અને તે વાહનના રજી.નંબર આધારે ઈ પોકેટ કોપમાં વેરીફાઈ કરતા તે વાહન હારૂન ઉમર કુંભાર રહે. અંજાર વાળાના નામે અને સફેદ કલરની ગાડી હોવાનુ જણાયેલ જયારે મળી આવેલ ગાડી કાળા રંગની હોઇ જેથી મળી આવેલ ઇસમને છે પૂછતા તે મુળ ગાડી રજી.નં-ટીએન-૧૦-એબી-8790 વાળી હોવાનું જણાવેલ જેથી આ ગાડી રજી.નં-ટીએન-૧૦-એબી-8790 વાળી ગાડી બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતા તે ક્રિષ્ના રતીલાલ રાઠોડ રહે. રમનપુરમ ચેન્નાઈ વાળાના નામે અને કાળા કલરની હોવાનુ જણાઇ આવેલ જેથી આ ગાડી ની કિંમત રૂપિયા બે લાખ વાળી મળી આવેલ તેમજ જે ગાડી કાપી આ ગાડીમાં રજીસ્ટ્રેશન નંબર તથા નંબર લગાવેલ તે કપાયેલી ગાડી ની બોડી એન્જિન તથા સ્પેરપાર્ટ નો ભંગાણ મળી આવતા રૂપિયા 10,000 ઘણી પડતા મુદ્દામાલ તરીકે કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની પૂછપરછ દરમિયાન બીજી‌ 4 ગાડીઓમાં પણ આ રીતે રજીસ્ટ્રેશન નંબર તથા એન્જિન જેસીસ નંબર બદલાવી વેચી દીધેલ હોવાનું જણાવેલ. જેથી તેણે વેચેલ અન્ય ચાર વાહનો પણ કબજે કરી તેના વિરોધ અંતે ના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩૨૧૦૭૦૧૯/૨૦૨૧ ઈ.પી.કો.કલમ-૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,,૧૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટર કરી વાહનોના નંબરો બદલાવી નાખી દેવાના સ્કેન્ડલ નો પર્દાફાશ કરવામાં આવેલ છે. તપાસ હાથ ધરેલ છે. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર