ઘણા લાંબા સમય બાદ બી ડીવીઝન વિસ્તારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

મલતી માહિતી મુજબ/ બી ડીવિઝન પોલીસની ટીમ દ્વારા પડાયા ત્રણ દરોડા: પડાણામાં બે સપનાનગરમાં , સ્વિફટ કાર, છોટાહાથી સાથે બે શખ્સો પણ ઝડપી લેવાયા, વધુ પુછતાછ હાથ ધરાઈ. તાલુકાના પડાણા ગામે પોલીસે દરોડો પાડીને અંદાજે વીસેક લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. બાતમીને પગલે પોલીસે દારૂના ત્રણ ક્વોલિટી કેસ કરીને સ્વિફટ કાર, છોટાહાથી સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ શ્રી દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ભરબપોરે ગાંધીધામના પડાણામાં દારૂના દરોડા પડાયા હતા, જેમાં એક સ્વિફટ કાર અને એક છોટાહાથીમાંથી પ્રોહિ. મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની રેડમાં બે આરોપીઓની પણ અટક કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણ જુદા-જુદા ક્વોલિટી કેસ કરીને અંદાજે વીસેક લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. આ લખાય છે તે દરમ્યાન કાર્યવાહી ચાલુમાં હોતા વધુ વિગતો અંકે થઈ શકી નથી.આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગાંધીધામ બી ડીવીજન પોલીસની ટીમ અને ડી સ્ટાફ સહિતનાઓ દ્વારા પડાણામા એક અને સપનાનાગરમાં બે મળીને કુલ્લ ત્રણ દરોડા પાડવામાં આવ્યા.