આદિપુર પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

પર્યાવરણ છે તો આપણે છીએ પ્રકૃતિ અને પર્યાવરણ વગર જીવન જેવો કેટલું મુશ્કેલ છે. જેના વિશે આપણે કોરોના મહામારી થી વાકેફ છીએ. આવો સૌ સાથે મળી રાષ્ટ્રનિર્માણ ના કાર્ય કરીએ, પર્યાવરણનું જતન કરીએ પૃથ્વીને પ્રદૂષણ મુક્ત કરીએ.

આજરોજ તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસ નિમિત્તે આદિપુર ૧૮૧ કાઉન્સેલર, પીબીએસસી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઇ સાગઠીયા ની ઉપસ્થિતિ માં પર્યાવરણ દિવસની ઉજવણી આદિપુર મહિલા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી.