નવ માસ અગાઉ થયેલ ચોરીના ગુનામાં આરોપીનેપકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે કરેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સુચના કરેલ જે અનુસધાને પોલીસ ઇન્સપેક્ટર પીએમ.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ-આઈ કિશોરસિંહ બળવંતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે મુન્દ્રા મરીન પોસ્ટે એ-પર્ટ ગુ.ર.ન-૪૩૮/૨૦ર૦ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૭ વિ. મુજબના ગુના કામેનો આરોપી મહેબુબ રમજાન પડીયાર રહે-મુન્દ્રા-કચ્છવાળો હાલે ભુજમાં ફ્તેહ મામદના હજીરા પાસે ગુલામશા સૈયદના મકાનમાં ભાડેથી રહે છે. અને મકાનમાં હાલે હાજર છે. તેવી સચોટ બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફ તથા નાઇટ રાઉન્ડ ફરજના માણસો દ્રારા આ કામેના આરોપીને પકડી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા મરીન પો.સ્ટે આરોપીને લઈ જવા માટે જાણ કરવામાં આવેલ છે.