બેટરીચોરી તથા લેપટોપ ચોરી કરતી ટોળકી(ગેંગ) શોધી મૃદામાલ રીકવર કરી ગાંધીધામ એ-ડિવીઝન તથા બી-ડિવીઝન ના ધરફોડ ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ એ- ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં ૦૭૪૧/ર૦ર૧ ઇ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓને સુચના આપેલ હોય જે આધારે પોલીઇ ઇન્સપેક્ટર ડી.એમ.ઝાલા તથા પો.કોન્સ જગદિશભાઇ ખેતાભાઇ નાઓને હ્યુમન શોર્સની મદદથી મળેલ બાતમી આધારે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફની ટીમ બનાવી ખોડીયારનગર દશામાંના મંદિરની બાજુમાં આવેલ આરોપીના ધરેથી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : નિર્મલસિંહ