અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું

 રાજુલા તાલુકામાં મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું. સુરત , અમદાવાદ , વડોદરામાં જેવા શહેરોમા  આંગન બનાવો બનતા હોય જેમકે હોસ્પિટલમાં , સ્કૂલોમાં , અન્ય ગીચવાળી જગ્યામાં આગના બનાવો બનતા હોય તેના અનુસંધાને રાજુલામાં  સિવિલ હોસ્પિટલ , તેમજ સ્પર્શ હોસ્પિટલ , તેમજ મધર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ , તથા સદવિચાર જનરલ હોસ્પિટલમાં આજરોજ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા એસ.પી. ની સુચના મુજબ રાજુલાના પી.આઈ રામદેવસિંહ ઝાલા તથા પોલીસ સ્ટાફ , તેમજ હોસ્પિટલનો સ્ટાફ , સાથે રહીને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અને આગને કાબુમાં લેવામાં આવી હતી.રીપોર્ટ બાય :-ધર્મેશ મહેતા રાજુલા