બગોદરામાં બે મકાનમાં ધરફોડ ચોરીના બનાવ: ૪૫ તોલા સોનું અને ૨ કિલો અને ૬૫૦ ગ્રામ ચાંદી ની ચોરી

બગોદરા મા તસ્કરો બન્યા બેફામ,પહેલા પણ ત્રણ જગ્યાએ ચોરી ના બનાવ બની ગયેલા છે હજુ સુધી તેનો ભેદ ઉકેલી નથી શકાય ત્યાં તો બીજા બે મકાનના તાળા તોડી ને ચોરીનો બનાવ,બે મકાનો ના ટાર્ગટ બનાયા રાત્રી સમયે , ૪૫ તોલા સોનું અને ૨ કિલો ને ૬૫૦ ગ્રામ ચાદી તથા ૧o,ooo રૂ.રોકડ રકમ લઈ. અજાણયા શકશો ફરાર, મોડી રાત્રીનો બનાવ, બગોદરા પોલીસ મથકે ફરીયાદ નોધાતા પોલીસ તપાસ હાથ ધરી બગોદરા પોલિસ એલ.સી.બી અને ડીવાયએસપી રીના રાઠવા ઘટનાસ્થળ પર, બગોદરામા ચોરીના બનાવ બનતા નાઈટ પેટ્રોંલીગ ના ધજાગરા ઉ, ડયાપોલીસ પેટ્રોલિંગને હાથતાળી આપી તસ્કરોએ પોલિસને ખૂલ્લી ચેલેજ,બગોદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ બગોદરા માં રહેતા વાઘાભાઈ હરિભાઈ ભરવાડ ના મકાનમાં તેઓ રાત્રે સુતા હતા ત્યારે તસ્કરોએ રૂમના દરવાજાનું તાળું તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મૂકેલી તિજોરીનો લોક તોડી તિજોરીના ખાનામાં મુકેલા સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી પલાયન થઈ ગયા અને બીજા મકાન ઈશ્વરભાઈ પોપટભાઇ ચૌહાણના મકાનમાંથી પણ ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇ તસ્કરો પલાયન થઈ ગયા ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી બગોદરા ના વાઘાભાઈ હરિભાઈ ભરવાડ રાત્રે સુતા હતા ત્યારે તસ્કરોએ મોડી રાત્રે મકાનના દરવાજાનું તાળું તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ તિજોરી નું લોક ખોલી અંદરથી ,સોનાના બે પાટલા ૧૮ તોલાના ,સોનાનું મંગળસૂત્ર , સોનાના એક જોડી પાટલા ૬ તોલા સોનાના ,એક જોડી આટા વીટી ૩ તોલાની ,સોનાની એક વીટી ૧ તોલાની ,સોનાનુ લોકીટ ૬ તોલા , કાનમાં પહેરવાના ફુલ ૩ તોલા ના ,ચાંદીના એક જોડી કડલા ૭૦૦ ગ્રામ ,ચાંદી ત્રણ જોડી છડા, ચાંદી સલર ૨૦૦ ગ્રામ, કમરે પહેરવાની ચાદીની શેર ૪૦૦ ગ્રામ,પહેરણ મા પહેરવાના ચાંદીના બટન ૫૦ ગ્રામ એમ કુલ આશરે ૪૫ તોલાના સોનાના દાગીના અને ચાંદીના ૨ કિલો ૬૫૦ ગ્રામ દાગીનાની ચોરી થવા પામી છે. જ્યારે બીજા મકાનમાં ઈશ્વરભાઈ પોપટભાઇ ચૌહાણ ના મકાનમાં બે ચાંદીની લકી અને લગ્નના ચાંદલાના આવેલ દસ હજાર રૂપિયા રોકડા તસ્કરો લઇ ગયા છે. રિપોર્ટ બાય ગોહેલ સોહિલ કુમાર.