ગઢડા તાલુકાના ઈતરીયા ગામ ખાતે ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર દ્વારા નવનિર્મિત આંગણવાડી નંદઘર લોકાર્પણ કરી બાળકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, COVID-૧૯ રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉનના કપરા સમયમાં ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક શ્રમિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી એક્ટ(યોજના) મનરેગાના વિવિધ કામો જેવા કે સિંચાઈ અને જળસંચય કામોની બોટાદ જીલ્લાના ગામોમાં અમલવારી કરવામાં આવેલ હતી. આ સમય દરમ્યાન જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોક ડાઉનની પરિસ્થિતિમાં મનરેગા દ્વારા પોતાના ગામમાં અને ઘર આંગણે રોજગારીનો અવસર પૂરો પાડવામાં આવ્યો સાથે સાથે રોજગારી સર્જન દ્વારા ગામડામાં ઘટતી સુવિધા ઉભી કરવામાં મહાત્મા ગાંધી મનરેગા યોજના આશા રૂપ સાબિત થઇ રહી છે.
ગઢડા તાલુકાના ઈતરીયા ગામે બાળ મંદિરના બાળકોને બેસવા મકાનની સુવિધા જર્જરિત હોય ગ્રામ પંચાયત દ્વારા આ આંગણવાડી નંદઘર ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીના નવા મકાનો બાંધવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મનરેગા કન્વર્જન્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ મનરેગા કન્વર્જન્સ અંતર્ગત તૈયાર થનાર આંગણવાડી કેન્દ્રો ૬૦૦ ચો.ફૂટમાં બનાવવા માટે મનરેગા તરફથી રૂ.૫.૦૦/- લાખ તથા વધુ રકમની જરૂર જણાયે આઈ.સી.ડી.એસ તરફથી રૂ.૨.૦૦/- લાખની જોગવાઈથી આજ રોજ ગઢડા તાલુકાના છેવાડા ગામ ઈતરીયા ખાતે ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી આત્મારામભાઇ પરમારના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ આંગણવાડી ઘર જિલ્લામાં પ્રથમ નમુના રૂપ કલરકામ, રમત મેદાન, દીવાલ, લાઈટ અને પાણીની સુવિધા સાથેનું બનેલ છે.
ધારાસભ્યશ્રીએ મહાત્મા ગાંધી મનરેગા યોજના ગઢડા ખાતે નવનિર્મિત આંગણવાડી નંદઘર લોકાર્પણ અંગે આનદ વ્યકત કરી ગ્રામ પંચાયત ઈતરીયાને અભિનદન પાઠવ્યા હતાં. આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત ગામના નમુના રૂપ સ્મશાનમાં મહાત્મા ગાંધી મનરેગા યોજના થકી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ, બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.જોશી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર, નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર-નરેગા શ્રી ભરતસિંહ ગોહિલ, તાલુકા નરેગા ટીમના અધિકારી – કર્મચારીશ્રીઓ, પદાધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય : લાલજી બોટાદ