બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠને જિલ્લા વહીવટી તંત્ર સહીતના કોરોના વોરિયર્સોને બિરદાવ્યા, સમઢીયાળા ખાતે આવેલ આરાંધના સંકુલના કોવિડ-19 હોસ્પિટલમાં આજરોજ બીજો ઓક્સિજન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉર્જામન્ત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે કરવામાં આવ્યું. આ શુભારંભ પ્રસંગે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી સાંધુ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઇ વાઘેલા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, આરાધના સંકુલના સંચાલક દિલીપભાઈ સાબવા, આરોગ્ય અધિકારી પરમારભાઈ, રાવલભાઈ તેમજ નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. આ બીજા ઓક્સિજન પ્લાંતના શુભારંભ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઈશ્વરને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે ભગવાન કરે કે કોરાની ત્રીજી લહેર ના આવે પરંતુ સાવચેતીના ભાગરૂપે અગમચેતી દાખવી વીતેલા સમયમાં ઓક્સિજનને લઈને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે તેવી પરિસ્થિતિનો ફરીવાર સામનો ના કરવો પડે તેવી આગમચેતી દાખવી ગુજરાતની પ્રથમ ડબલ ઓક્સિજન પ્લાંટની સુવિધાઓ બોટાદની આરાધના સંકુલ ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે. આ સાથે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની મહામારી સામેની આ લાડાઈ સામે આગમચેતીરૂપ લેવાઈ રહેલી સરાહનીય કામગીરીને બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠને બિરદાવી હતી.રિપોર્ટ બાય : લાલજી બોટાદ