પોતાને મળેલ ગુપ્ત બાતમીના આધારે દાહોદ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડ ની સંયુક્ત ટીમે ઝાલોદ તાલુકા ના નાનસલાઈ ગામના પીકઅપ સ્ટેન્ડ પર નજીક થી નાનસલાઈ ગામના યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા ૧૫ હજારની કિંમતની દેશી માઉઝર પિસ્તોલ એક જીવતો કારતુસ એક મોબાઇલ ફોન તથા રોકડ મળી રૂપિયા 18 250 નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે ગતરોજ દાહોદ એલસીબી પી.આઈ બી ડી શાહ તથા એલસીબી પીએસઆઇ પીએમ મકવાણા તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ આઈએ સિસોદિયાએ મિલકત તેમજ શરીર સંબંધી તેમજ અન્ય ગુનાઓ માં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની દિશામાં ખાનગી બાતમીદારો રોકી અસરકારક આયોજન બદ્ધ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ આઇએસિસોદિયા ને ગુપ્ત બાતમી મળી હતી કે ઝાલોદ તાલુક ના નાનસલાઈ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાની પેરવી માં ફરે છે જે મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબી સ્ટાફના માણસો બાતમી માં જણાવેલ વર્ણન વાળી જગ્યાએ વર્ણન વાળા યુવકને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રજેશ કુમાર અશ્વિનભાઈ પટેલ રહેવાસી નાનસલાઈ પેટ્રોલ પંપની બાજુમાં તાલુકા ઝાલોદ હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ઝડતી તપાસ કરતા તેના કબજામાંથી પેન્ટના કમરના ભાગે ખો સી રાખેલ એક ગેરકાયદેસર હથિયાર mouser પિસ્તોલ તથા પેન્ટના ખિસ્સામાંથી એક જીવતો કારતુસ તેમજ રૂપિયા ત્રણ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા 200 ની રોકડ મળી કુલ રૂપિયા 18 250 નો મુદ્દામાલ મળી આવતા તે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ