ત્યારે આજે વધુ એક દર્દીનું ઓપરેશન કરી 210 ગ્રામની પ્રોસ્ટેટની ગાંઠ કાઢવામાં આવી છે જો આ ઓપરેશન કરવામાં આવે તો દર્દીની સ્થિતિ બગડી શકે છે ત્યારે જે તબીબે ઓપરેશન કર્યું છે તેમના માટે પણ આવી પ્રથમ શસ્ત્રક્રિયા હતી તેમ જાણવા મળ્યું છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રોજ રોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને સારવાર કરાવે છે ઘણા દર્દીઓને નાના-મોટા ઓપરેશન પણ કરવા પડે છે જેમાં કેટલાક ગંભીર ઓપરેશન પણ હોય છે આ સપ્તાહમાં જ આવા બે ઓપરેશન કરાયા હતા જેમાં એક ૧૬ વર્ષની કિશોરી ના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી ત્યારબાદ એક દર્દીની કિડનીમાંથી નાની મોટી ચૌદ પથરી કાઢવામાં આવી હતી આજે એક સિત્તેર વર્ષના વૃદ્ધનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમણે પેશાબમાં તકલીફ હતી જેથી તેઓ ઝાયડસ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા જ્યાં તેમના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોસ્ટેટ ગ્રંથિ નું ઓપરેશન કરવું પડે તેમ જણાવ્યું હતું ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં દર્દીને પેશાબ ની તકલીફ થાય છે તેને વારંવાર પેશાબ કરવા જવું પડે છે દુખાવો પણ થાય છે અને તે ગ્રંથિ મોટી થઈ જતા તેનું ઓપરેશન કરવું પડે છે તેવી જ રીતે આ દર્દીને પણ તકલીફ થતી હોવાને કારણે તેમનું ગતરોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 210 ગ્રામ નું prostate કાઢી નાખવું પડયું હતું જે જવલ્લે જ બનતું હોય છે ઓપરેશન કરનાર ડોક્ટર એસએમ પરમારે જણાવ્યું હતું કે મારી 40 વર્ષની કારકિર્દીમાં આટલી મોટી પ્રોસ્ટેટ કદી કાઢી નથી અગાઉ મેં ઓપરેશન કરી ૧૬૦ ગ્રામ ની પ્રોસ્ટેટ કાઢી હતી અને ત્યાર બાદ નું આ સૌથી મોટું ઓપરેશન છે આ તકલીફ ઉંમરની સાથે વધતી હોય છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ