બોટાદ જિલ્લામાં સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવાની” યોજનાને સરકારશ્રીએ મંજુર કરેલ છે. આ યોજનાનો લાભ ફળ-શાકભાજી-ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ, સ્ટેટ/નેશનલ હાઇવે પર, હાટ-બજાર, શાકભાજી બજારમાં કે છુટક વેચાણ કરતા કે લારીવાળા ફેરીયાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તેવા ઉમદા આશયથી આઇ ખેડુત પોર્ટલ પર અરજીઓ મંગાવાઈ છે અને આઇ ખેડુત પોર્ટલ ફક્ત તારીખ ૧૫/૦૭/૨૦૨૧ સુધી જ ખુલ્લું હોવાને લીધે મહત્તમ વ્યક્તિઓ લાભ લઇ શકે તે માટે લિંક પર જરુરી સાધનિક કાગળો જેવા કે આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જે તે સેજાના ગ્રામસેવક/ તલાટીનો ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનું ઓળખકાર્ડ/ દાખલો જેવા સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે. અને વહેલી તકે અરજી કચેરીએ રજુ કરવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, એ/એસ/૧૨, બીજો માળ, ખસ રોડ, બોટાદ, ફોન. ૦૨૮૪૯ ૨૭૧૩૨૧ નો સંપર્ક કરવાનો રહેશે. રિપોર્ટ બાય : લાલજી બોટાદ