બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૧૮/૦૬/૨૦૨૧ (શુક્રવાર)ના રોજ ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી તેમજ પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે પુખરાજ હેલ્થકેર પ્રા.લી અમદાવાદ ખાતેના એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક પર મેસેજથી મળશે. જેમા વિગત ભરી તા.૧૮/૦૬/૨૦૨૧ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.