ઝાલોદ નગર ના રાયણ ફળિયામાં વિશ્વકર્મા મંદિર ની સામે દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં નરેગા યોજના હેઠળ નવીન વિવિધ કામો ની ફાઇલોમાં સહી સિક્કા કરવા પેટે માંગેલ લાંચ ના રૂપિયા 13500 સ્વીકારતા ઝાલોદ તાલુકા ના ધાવડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાઈ જતા દાહોદ એસીબીએ રૂપિયા 13500 રિકવર કર્યાનું જાણવા મળે છે. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઝાલોદ તાલુકાના એક નાગરિકને નરેગા યોજના હેઠળ વિવિધ કામો ની કુલ ૧૮ જેટલી ફાઇલોમાં સહી સિક્કા કરાવવા માટે ગામના તલાટી-કમ-મંત્રી અલ્પેશભાઈ પન્નાલાલ પ્રજાપતિ પાસે ગયા હતા. તે વખતે હા ગામના તલાટી-કમ-મંત્રી અલ્પેશભાઈ ફાઈલ દીઠ સહી સિક્કા કરાવવા માટે રૂપિયા 500ની લાંચની માંગણી કરેલ તેમજ અગાઉ સહી-સિક્કા કરેલ જેના બાકી રહેલા રૂપિયા 6,000 મળી કુલ રૂપિયા 13500 ની માગણી કરી હતી. આ નાગરીક ફાઇલોમાં સહી સિક્કા માટે લાંચ પેટે માગેલી રકમ આપવા માગતો ન હોય તેને દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીનો સંપર્ક કરી ઉપરોક્ત હકીકત ભરી ફરિયાદ કરી હતી જ્યારે બીજી તરફ તલાટી કમ મંત્રીને એસીબીના હાથે પકડાવી દેવા માટે તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ પ્રજાપતિને લાંચના રૂપિયા આપવા જણાવી આ રૂપિયા આપવા માટે ક્યાં આવવું તે નક્કી કરવા જણાવતા તલાટી કમ મંત્રીએ ગઈકાલે ઝાલોદ નગર ના રાયણ ફળિયા ખાતેના વિશ્વકર્મા મંદિર ની સામે ના ભાગે આવવા જણાવ્યું હતું. જેથી તે નાગરિકે આ બાબતે તમામ હકીકત દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે અસોડા ને જણાવતા તેઓએ ગઈ કાલ તારીખ 14/6/2021 ના રોજ પોતાના સ્ટાફને સાથે રાખી ટ્રેપ માટે નક્કી કરેલ સ્થળ ઝાલોદ રાયણ ફળિયા વિશ્વકર્મા મંદિરની સામે આવી છટકુ ગોઠવ્યું હતું. અને આ છટકામાં તે નાગરિક એસીબીએ આપેલ પાવડર વાળી નોટો ધાવડિયા ગામના તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ પ્રજાપતિ ને આપતા તેઓએ તે નોટો સ્વીકારતા દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો ના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. અને દાહોદ ખાતેની એન્ટીકરપ્શન બ્યુરોની કચેરી ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરી તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ લાંચરુશવત નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ