કચ્છમાં ૮૬૮ સેન્ટરો અસંગઠીત મજુરો અને શ્રમિકો માટે કાર્યરત

     અસંગઠિત મજુરો અને શ્રમિકો માટે ઇ-નિર્વાણ અને યુ-વિન કાર્ડ શુભારંભ અંગેની વિશેષ મીટિંગ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ સ્થિત વડી કચેરીના ઉપક્રમે યોજાયેલ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને, બોર્ડ મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોર, બોર્ડના સભ્ય સચિવ શ્રી પ્રજાપતિ, વિભાગના વડા તેમજ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ બોર્ડના જે તે જિલ્લાના અધિકારી અને કર્મચારીઑની ઉપસ્થિતમાં તા-૦૮/૦૬/૨૦૨૧ ના સવારે ૧૦.૩૦ કલાકે ઇ-નિર્વાણ અને યુ-વિન કાર્ડનો શુભારંભ થયેલ જેના થકી અસંગઠિત મજુરો અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના શ્રમિકો માટે ઓનલાઈન નોધણી તેમજ યોજનાકીય અન્ય લાભો સરળતાથી મેળવી શકે, શ્રમિકો માટે અનેકવિધ યોજનાઓ નોધણી થી કરી યોજનાકીય અનેક યોજનાનો સમગ્ર કચ્છમાં ફાળવેલ કુલ ૮૬૮ જેટલા કાર્યરત સીએચસી સેન્ટર પર થી જેમાંથી હાલ દરેક જીલ્લા મધ્યેના દરેક તાલુકામાં ૧૦/૧૦ જેટલા સેન્ટર પર કામગીરી ચાલુ પણ થઈ ગયેલ છે. કામગીરીની સરળતા અને પારદર્શકતા ઉપરાંત અરજદારે પોતાના કામકાજ માટે જિલ્લાની ઓફિસ અવાર નવાર ખોટા ધક્કા ન ખાવા પડે એટલા માટે અરજદારની નજીકના સીએચસી કેન્દ્ર પર થી ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંગેની યાદી પણ ટુંક સમયમાં બાંધકામ બોર્ડની કચેરી બહુમાળી ભવન–૨૧૮, ભુજ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવશે તેમજ ફોન નંબર ૦૨૮૩૨-૨૨૪૦૯૫ પર ફોન કરી કઈ કઈ જગ્યા પણ યોજના અંગે સીએચસી કાર્યરત છે તે માહિતી પણ મેળવી શકાશે તેવું (ડી જે પંડ્યા) પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.