ગારિયાધારમાં સરપંચ દ્વારા યુવા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો

ગારીયાધારના યુવા પત્રકાર પર ગામના સરપંચ દ્વારા હુમલો કરતા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું, ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામના વતની અને યુવા પત્રકાર ગોપાલ ગોડલીયા પર ગામના સરપંચ દ્વારા હુમલો કરતા ગારીયાધાર પત્રકાર સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સરપંચ વિરુદ્ધ તાત્કાલિક જરૂરી પગલાં લઇને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.પત્રકાર પર અવારનવાર હુમલા થતા પત્રકારોમા રોશ. પોતાના જીવના જોખમે હંમેશા સત્યને ઉજાગર કરતા પત્રકારો પર અંગતદાજ રાખીને હુમલો કરતા તત્વો સામે તાત્કાલિક પગલા લઇને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ.તાત્કાલિક પગલા ભરી કાયદેસરની કાર્યવાહી નહિ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમા પત્રકારો દ્વારા આવેદનપત્ર આપી ગાંધી ચિધા માર્ગે આદોલન કરવામાં આવશે. રિપોર્ટર એજાજ શેખ ભાવનગર.