ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ., એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો બગદાણા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમી રાહે હકિકત મળેલ કે, માલપરા ગામે કાન મોકળા નામના નહેરામાં જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ - ૫ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા પ્રવીણભાઇ તેજાભાઇ પરમાર ઉ.વ.૨૫ રહે.માલપરા ગામ, તા.મહુવા , જહાભાઇ સામતભાઇ કાગ ઉ.વ.૪૧ રહે.સાલોલી ગામ, તા.મહુવા , ઘુઘાભાઇ બાલાભાઇ બારૈયા ઉ.વ.૩૫ રહે.માલપરા ગામ, તા.મહુવા, આસીફભાઇ મહમદભાઇ પઠાણ ઉ.વ.૩૨ રહે.ખાટસુરા ગામ, તા.મહુવા, નસુખભાઇ રસીકભાઇ ઢાપા ઉ.વ.૨૯ રહે.લોયંગા ગામ, તા.મહુવા વાળાઓ માલપરા ગામે કાનમોકળા નામના નહેરામાં જાહેર જગ્યામાં ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન પાંચેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૫,૪૬૦/- સાથે પકડાઇ જઇ સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી અન્વયે મે.જી.મેજી.સા. ભાવનગર ક્રમાંક નં:ડી. એમ-૧/કોરોના વાઇરસ/જા.ના/૦૯-૦૬ /૨૦૨૧ તા.૧૦/૦૬/૨૦૨૧ ના જાહેરનામા નો ભંગ કરી આઇ.પી.સી. કલમ ૨૬૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી) તથા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી તમામ વિરૂધ્ધમાં બગદાણા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.