અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપવામાં આવ્યું હતું. રાજુલામાં છેલ્લા ઘણા સમયથી રેલવેની જમીનના વિવાદ મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે ધારાસભ્ય અંબરીષ ડેર ના છેલ્લા ૧૬ દિવસના ઉપવાસનો ગઈકાલનો ૧૭ મો અને આજે ઉપવાસ આંદોલનનો ૧૮ મો દિવસ છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે , રેલવેની જમીન રેલવેના કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. તેવુ રેલ્વેએ જાહેર કર્યું હતું. અને આ જમીન પર સોલાર પ્લાન્ટ નાંખવામાં આવશે. તેમજ એફ.સી.આઈ.(ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા) ના ગોડાઉન બનાવવામાં આવશે. તેવુ રેલ્વે દ્રાર જણાવવામાં આવ્યું હતું. અને રેલવે વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું તેને હું આવુંકરું છું. અને રાજુલાના કૉંગ્રેસના કાર્યકર્તાઓતેમજનગરપાલિકાના સભ્યો દ્વારા મો મીઠું કરાવી અને ફટાકડા ફોડી ખુશીઓ મનાવવામાં આવી હતી. અને આ જમીન ૨૫થી ૩૦ વર્ષથી પડતર હતી. અને આ જમીનનો કોઈપણ ઉપયોગ થતો ન હતો. પણ આમારા ઉપવાસ આંદોલનની હિસાબે રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની જનતાના સમર્થનથી સરકાર સુધી અમારી વાત પહોંચાડવામાં આવી હતી. તેને હું આવકારું છું. અને આ વિસ્તારના સાંસદ એ આડો પક્ષ કર્યો હતો. અને સાવરકુંડલા બાઇપાસનુ કામ છેલ્લા ૩ વર્ષથી બંધ છે. હું તમને કહેવા માગું છું કે , જો તમારા થી ન થતું હોય તો મારો સહકાર લેજો. રાજુલા વિસ્તારનો સહકાર લેજો. અને રાજુલા વિસ્તાર તમને સહકાર આપશે. અને સાવરકુંડલા બાઇપાસ ને મંજૂરી રેલવે વિભાગ તમને ન આવતી હોય તો ઝડપથી આપે. અને આપી દીધી હોય તો ઝડપથી કામ શરૂ કરે તેના માટે હું આપણે સહકાર આપવા માટે આવ્યો છું. અને હું ખોટો હતો કે ન હતો તે રેલવે વિભાગે સાબિત કરી દીધું છે. ત્યારે હું ખોટો હોઉં તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈશ. પણ હું ખોટો નથી. તમે ખોટા છો તે સાબિત થયું છે. અને સાંસદ પદ પરથી રાજીનામું આપો. અને લોકોને ખૂબ ગમશે. તેમજ વિવિધ બાબતો ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે જણાવવામાં આવ્યું હતું. રીપોર્ટ બાય :-ધર્મેશ મહેતા રાજુલા.