નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી

કારોબારી સમિતી તેમજ ન્યાય સમિતિની રચના કરવામાં આવી. નવાવાસ તેમજ લીફરી ગ્રામ પંચાયત અલગ કરવા ઠરાવ કરાયો. કારોબારી ચેરમેનની ચેમ્બર આવતી હોય તો વિપક્ષની શા માટે નહીં ;;વિપક્ષી નેતા કેતન પાંચાણી બાંધકામની તાંત્રિક મંજુરીની ફીમા વધારો ન કરવા તેમજ તા ના ગામોમા ગૌચર જમીનના રક્ષણ માટે લડતી પંચાયતોને સહયોગ કરવા પરથમ સાંભળવા વિપક્ષ દ્વારા રજુઆત કરવામા આવી. નખત્રાણા તાલુકા પંચાયત સભાખંડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ ભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા બોલાવાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશી દ્વારા સ્વાગત કરાયું હતું. આ સામાન્ય સભામાં પ્રથમ કારોબારી સમિતિ તેમજ ને સમિતિની રચના કરાઈ હતી. તેમજ વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના કેતન પાંચાણીની વરણી કરાઈ હતી. તદુપરાંત આ આ સામાન્ય સભામાં રવાપર નવાવાસ તેમજ લીફરી ગ્રામ પંચાયત અલગ કરવાનો ઠરાવ કરાયો હતો. બાંધકામ ચકાસણી ફી રૂપિયા ૨૫ પ્રતિ મીટર કરવામાં આવેલ ગૌચર જમીનની જાળવણી માટે સ્થાનિક પંચાયતને સહયોગ અને માર્ગદર્શન આપવું જેનું પણ સર્વાનુમતે થરાવ કરવામાં આવેલ હાલ જે પવન ચક્કી અને ખાનગી વીજ કંપની દ્વારા ગ્રામ પંચાયતને કનડગત કરવામાં ન આવે અને પ્રથમ પંચાયતને સાંભળવામાં આવે એવો પણ થરાવ કરવામાં આવેલ. આ બેઠકમાં તાલુકા પંચાયત વિપક્ષી નેતા કેતન પાંચાણી દ્વારા જણાવવામાં આવ્યું કે જો કારોબારી ચેરમેનની ચેમ્બર આવતી હોય તો વિપક્ષી નેતાની શા માટે નહિ જો કારોબારી ચેરમેન ની ચેમ્બર આવતી હોય તો પરિપત્રની નકલ રજુ કરવી બાંધકામમાં તાંત્રિક ચકાસણીની ફીમાં રૂ.25 નો વધારો કરવામાં આવ્યો છે. તે હાલના સમયમાં વધારે હોઇ પાછો ખેંચવા વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ નખત્રાણા તાલુકાના જુદા જુદા ગામોમાં ગૌચર જમીનમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ અને વિજ રેસા સ્થાનિક પંચાયતની મંજૂરી વિના નાખવામાં આવે છે. જેમાં પ્રથમ પંચાયતને સાંભળવામાં આવે ગૌચર જમીનનું રક્ષણ કરવાની જવાબદારી સ્થાનિક પંચાયતની હોય છે. અને આવા મંજૂરી વિના ચાલતા કામોની અટકાવવાની પણ પંચાયતની ફરજ હોય છે. તો ગ્રામ પંચાયતને ખોટી રીતે કનડગત કરવામાંન આવે અને કંપની દ્વારા ધાક ધમકી પણ કરવામાં ન આવે એવી રજૂઆત વિપક્ષ દ્વારા કરાઈ હતી. તેમજ આગામી કારોબારીઓને સામાજિક ન્યાય સમિતિની બેઠક તારીખ 6 જુલાઈના બોલાવવામાં આવશે. આ બેઠકમાં તાલુકા પંચાયતના 20 સદસ્યો માંથી 17 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કારોબારી સમિતિમાં મહેન્દ્રસિંહ સોઢા ગોરધનભાઈ રૂડાણી ઉત્પલ સિંહ જાડેજા હોતખાનમુતવા. દક્ષાબારું ભાવનાબેન પટેલ સ્વાતિ બેન ગોસ્વામી નો સમાવેશ કરેલ તેમજ સામાજિક ન્યાય સમિતિના લીલાબેન મહેશ્વરી મંજુલાબેન લતા મિલન મકવાણા નવીનભાઈ કુંવાટ હરિલાલ ચારણ નો સમાવેશ કરાયેલ આમ ઠરાવોને બહાલી આપવામાં આવેલ .આ બેઠકમાં જિલ્લા ભાજપના મંત્રી અને નખત્રાણા તાલુકા ના પ્રભારી વાલજીભાઈ ટાપરિયા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ ભાઈ પટેલ ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશ પલણ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા મહેન્દ્રસિંહ સોઢા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ હરિસિંહ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશી મીરાબેન ગઢવી વિપક્ષી નેતા કેતન પાંચાણી રામીબેન રબારી સંગીતાબેન રૂડાણી વગેરે ઉપસ્થિત રહેલ.