જખૌ બંદર પરનું ગેર કાયદેસર દબાણ હટાવી સ્થાનિક માછીમારોને માછલીઓના ઝાળ રાખવા પ્લોટ ફાળવો, સ્થાનિક માછીમારો

અબડાસા તાલુકાના જખૌ બંદર પર ગેરકાયદેસર દબાણ હટાવી, સ્થાનિક માછીમારોને માછલીઓના ઝાળ રાખવાવવા માટે સ્થાનિક માછીમાર ભટ્ટી અનવર હુસેન કાસમ દ્વારા ઉચ્ચ કક્ષાએ લાગતા વળગતા ખાતાઓમાં રજુઆત કરવામાં આવી છે. અરજદાર દ્વારા રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક માછલીઓના વેઓરીઓ તેમજ અન્ય વિસ્તારના વેપારીઓને જરૂરત મુજબ માપણી કરી પ્લોટ ફાળવવામા આવેલ છે. જે માટે ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે સિઝન ચાલુ થયે ભાડા પેટે નાણાં વસુલ કરવામાં આવે છે. જે માટે પંચાયત તરફથી ભાડા પહોંચ પણ આપવામાં આવે છે. જે પહોંચ પર સાફ સાફ નિયમોનું ઉલ્લેખ કરવામાં આવેલ છે કે, આ જમીન સરકારી મિલકત છે, જેથી કોઈનું માલિકીનું હક્ક રહેશે નહીં. તેમજ જખૌ બંદર પર માછલીનું સિઝનેબલ ધંધો હોવાથી, બંદર ના વિકાસ કામો કરવા ખાતીર ભાડો વસુલ કરવામાં આવે છે, જેથી માપણી માં આપવામાં આવેલ જમીન પર કોઈ પણ જાતનું પાકો બાંધકામ કરવો નહિ. પાકો બાંધકામ કરવાની એકદમ મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે સ્થાનિક હકીકત એકદમ વિપરીત છે. પાકો બાંધકામ કરવાની મનાઈ હોવા છતાં પણ જખૌ બંદર પર પૈસા ના જોરે બે-બે માળના મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે, તેમજ અમુક વ્યક્તિઓ દ્વારા પોતાની જરૂરત થી વધારે ગ્રામ પંચાયત પાસેથી પ્લોટ મેળવી, પાકા મકાનો બનાવી, સરકારી જમીન પર ના પાકા મકાનો ભાડે આપી, કચ્છ બહારથી આવતા માછીમારો પાસેથી મનસ્વી મકાન ભાડો ઉઘરાવવામાં આવે છે. તેમજ અમુક વ્યક્તિઓ દ્વારા પંચાયત ના માપણી ના નિયમો અનુસાર માપણી કરાવીને પ્લોટ મેળવીને કચ્છ બહારથી આવતા માછલીઓના વેપારીઓને લાખો રૂપિયા માં વેંચી દેવામાં આવે છે. તેમજ અમુક વ્યક્તિઓ માપણી દરમિયાન ફાળવવામાં આવેલી જમીન થી પણ વધારે જમીન દબાવી રાખી દીધેલ છે. અરજદારે રજુઆત માં જણાવેલ છે કે સ્થાનિક માછીમારો માટે પોતાના માછલીના ઝાળ અથવા અન્ય કોઈ સાધન રાખવા માટે એક પણ પ્લોટ નથી, જ્યારે અમુક વ્યક્તિઓએ પૈસા ના જોરે જરૂરત થી વધારે પ્લોટો દબાવીને લાખો રૂપિયાનું સરકારી જમીન લે-વેન્ચ નું ધંધો દર વર્ષે ચાલુ કરે છે. અરજદારે તમામ હકીકતની જાણ રજુઆત અનુસંધાને જખૌ ગ્રામ પંચાયત, અબડાસા મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી અબડાસા, કચ્છ કલેકટર તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડને કરેલ છે. દબાણકારો ખૂબ જ રાજકીય વગદાર અને ખૂબ જ પૈસાદાર હોવાથી આજ દિન સુધી તમામ ખાતાઓ દ્વારા એક પણ સ્થાનિક તપાસ કરવામાં આવેલ નથી. સુસ્ત વલણ અપનાવવામાં આવી રહયો છે. જેથી અરજદારે જણાવેલ છે કે દબાણકારો દ્વારા પીછેહટ કરાવવા માટે જાન થી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. રિપોર્ટ બાય : એકબાળ રાઠોડ જખૌ.