કન્ટેનરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય

ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે હજુ પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ હોય છે. ગુજરાતમાં દારૂને પહોંચાડવા માટે બુટલેગરો અલગ-અલગ રીત નો ઉપયોગ કરે છે. તેથી ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને બાતમીદારો કાર્યરત કરેલ છે. તેના પરીણામ સ્વરૂપે એલ.સી.બી હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પઢીયાર ને બાતમીના આધારે બગોદરા હાઈવે પર આવેલ ફાઉન્ટેન હોટલ ની સામે રોડ પર વોચ ગોઠવી કન્ટેનર નંબર આરજે-01-જીએ-3006 ના કન્ટેનર બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિપુલ જથ્થો પકડી પાડયો છે.૯૦૦૦ નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા ૩૭,૨૩,૦૦૦/- સાથે એકને ઝડપી પાડયો છે.બધું મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૪૩,૩૫,૫૦૦/- કબજે કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે ક્યાં પહોંચાડવાનો છે અને કોણ કોણ સામેલ છે તેની તપાસ સ્થાનિક બગોદરા પોલીસે હાથ ધરી છે. રિપોર્ટ બાય :ગોહેલ સોહિલ કુમાર