અંજાર શહેર વોર્ડ ૯ રામનગર વિસ્તારમા કચરા તેમજ જંગલી બાવળો ઉગતા આમ આદમી પાર્ટી દ્વારા સફાઇ અભિયાન

65aabcde-4b93-4a38-b9cc-98858cd4d0e7

ઐતિહાસીક અંજાર શહેરમા એક ચક્રી શાસનના કારણે અનેક સમસ્યા નો ઉદ્દભવ જોવા મળી રહેલ છે. અંજાર શહેરમા આવેલ રામ નગર સોસાયટીના રહેવાસીઓ જંગલી બાવળો તેમજ સફાઈ ના અભાવે કચરાના ઢગલાના થર જામી ગયા હોવા છતાં રહેવાસીઓની ફરીયાદ નોંધાવતા છતા ધ્યાને ના લેતા ના છૂટકે આમ આદમી પાર્ટીના પ્રમુખ હિરેન સોરઠીયાને જાણ કરતા તાત્કાલીક અંજાર નગર પાલીકાના વોર્ડ મેં વાલજીભાઈને સ્થળ પર બતાવી વાકેફ કરતા જેસીબી મંગાવી જંગલી બાવળો તેમજ સફાઈ અભિયાન ચલાવવામા આવેલ હતું. રામ નગર સોસાયટીના રહેવાસી નવીન બાંભણીયા,દેવજીભાઈ ચોટારા, હેતુલ આહીર, નવીન ભાઈ પટેલ વગેરેએ આમ આદમી પાર્ટી ની કામગીરી ને બિરદાવી હતી. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.