તીક્ષ્ણ હથિયાર છરી સાથે એક ઇસમને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્વિમ કચ્છ જીલ્લામા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારું આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કીશોરસિંહ જાડેજા તથા પો.કોન્સ મનુભાઇ ખેંગારભાઇ નાડોદા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમ્યાન પાટવાડી નાકા ત્રણ રસ્તાથી હમિરસર તળાવના ઓગણ પાસે એક ઇસમ બેઠેલ હોઇ જે શંકાસ્પદ લાગતા તેની પાસે જઇ ચેક કરતા તેની ભેઠમાંથી એક તીક્ષ્ણ હથિયાર ધારદાર છરી મળી આવેલ જેથી મજકુર ઇસમને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે છરો રાખી મે.અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોઇ મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે.