ચેક રીર્ટન કેસમા સજા થયેલ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર,મોથલીયા ,બોર્ડર રેન્જ,ભુજ તથા મયુર પાટીલ , ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની સુચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ માર્ગદર્શન મુજબ જે અન્વયે નામદાર જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ નલીયાના ફોજદારી કેસ નં-૩૧૮/ર૦૧૨ નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબ તા.૦૬/૦૪/૨૦૨૧ ના રોજ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ થયેલ હોઇ અને મજકુર આરોપી ચંદુલાલ ગોવિંદ પરગડુ મુળ રહે-માનપુરા તા.અબડાસા હાલે રહે-ર,કાંડાવારી લાઇબ્રેરી શેરી,નવાવાસ,માધાપર તા.ભુજ વાળો જે સજા વોરંટના ધરપકડથી બચવા સારૂ તેઓ નાસતો-ફરતો હોઇ આ આરોપીને પકડી પાડવા બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.આર.ડી.ગોજીયાની સુચના મુજબ સર્વેલન્સ ટીમના માણસો ઘણા સમયથી આરોપીની શોધમાં હોઇ તે દરમ્યાન એ.એસ.આઇ પંકજફુમાર રામસિંહ કુશવાહાનાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, આરોપી ચદુલાલ ગોવિંદ પરગડુ રહે- માનપુરા તાઃઅબડાસા વાળો હાલે કૈસરબાગ,માધાપર ખાતે છે. તે બાતમી અન્વયે મજફરને કેસરભરાગ ખાતેથી રાઉન્ડઅપ કરી મજકુર આરોપીને પકડી પાડી નામદાર જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ નલીયા કોર્ટમાં-રજુ કરવાની તજવીજ ચાલુમા છે.

 રિપોર્ટ બાય: તેજસ –પરમાર