લીંબડીના પાવર હાઉસ ખાતે આવેલ બંજરંગ સોસાયટીમાં રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા નહીં હોવાથી રહિશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

હાલ લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું અને પ્રખ્યાત શહેર છે તેમજ સૌરાષ્ટ્રમા જવાનો દ્વારા પણ ગણવામાં આવે છે
હકિકતમાં આ સૌરાષ્ટ્ર દ્વાર અને છોટાકાશીની કપરી પરિસ્થિતિ છે જે ભુતકાળના પ્રમુખોની દેણ છે ત્યારે લીંબડી શહેરના એવા અનેકો વિસ્તાર છે કે જ્યાં કોઈ પણ પ્રકારની લોકોને નગરપાલિકા દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવતી લોકો તમામ પ્રકારના ટેક્સ ભરે છે. છતાં લોકોને રોડ ગટર અને પાણીની સાથે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી ત્યારે લીંબડીના એક એવો પણ વિસ્તાર છે કે જ્યાં આ પૈકી એક પણ સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે લીંબડી શહેરના પાવર હાઉસ ખાતે આવેલ બંજરંગ સોસાયટીમાં લોકોને રોડ ગટર અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે જ નહીં ત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ રહિશો દ્વારા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે કે સેવાકીય પ્રવૃતિઓ કરતી આ સમિતિ છે. જેનો સહારો લેવો પડ્યો હતો ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ આ વિસ્તારના પહોંચી હતી અને લોકોના સવાલોને વાંચા આપી હતી ત્યારે હકિકતમાં આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને લોકો નગરપાલિકા લીંબડીને તમાંમ પ્રકારના ટેક્સ ભરી રહ્યા હોય તેમ છતાં કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં આતો ક્યાંનો ન્યાય આવી હિટલર શાહી અનેકો વિસ્તારમાં છે.
રિપોર્ટર =મહિપત મેટાલિયા, 9016979696