અબડાસા તાલુકાના જખૌ બંદરે આશરે ૨૮.૫૦ લાખનું બિનવારસુ ચરસ નું જથ્થો ભારતીય કોસ્ટગાર્ડ ને મળ્યો



અબડાસા તાલુકાના જખૌ બંદરે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ ને ૨૮.૫૦ લાખનું ચરસ ના ૧૯ બિનવારસુ પેકેટ મળી આવેલ. અગાઉ પણ જખૌ ના દરિયાઈ વિસ્તાર માં ભારતીય કોસ્ટગાર્ડ, બીએસએફ તેમજ જખૌ મરીન ને પેટ્રોલિંગ દરમિયાન ચરસ ના બિનવારસુ પેકેટો મળી આવ્યા હતા. પરંતુ થોડાક સમય થી જથ્થો મળવાનું બંધ થઈ ગયો હતો, પરંતુ ફરીથી ભારતીય કોસ્ટગાર્ડ ને પેટ્રોલિંગ દરમિયાન જથ્થો મળી આવ્યો છે. મળેલ ચરસ ના ૧૯ પેકેટની આંતરરાષ્ટ્રીય બજાર માં અંદાજીત આશરે ૨૮.૫૦ લાખ રૂપિયાની આંકવામાં આવી છે. પેકેટોને કબજે કરી તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે, ત્યાર પછી તેમના સેમ્પલો કલેક્ટ કરી પૃથક્કરણ માટે મોકલવા સહિતની કાર્યવાહીઓ કરવામાં આવશે. ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા થકી આવા પેકેટો મળી આવે છે.