મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ખાતેથી ઇ-નગર મોબાઇલ એપ્લિકેશન નું લોન્ચીંગ કર્યું

ગુજરાત રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં સર્વાંગી વિકાસ માટે પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના સૌને વિશ્વાસ ના આ સેવાયજ્ઞ અંતર્ગત આજરોજ શહેરી જનસુખાકારી દિવસ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અંજાર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મતી પારૂલબેન કારાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો .જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે ,વિસ્તરતા અને વિકસતા શહેરોમાં વધુ જનસુખાકારી આપવા સરકાર સતત ચિંતિત છે .છેલ્લા બે દશકમાં રાજ્યના શહેરોમાં થયેલા નોંધનીય આમૂલ્ય વિકાસ થી અન્ય રાજ્યો પ્રભાવિત થયા છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ની પાંચ વર્ષની સરકારના કાર્યક્રમો માં આજ રોજ યોજાયેલા શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે આજે કચ્છ જિલ્લાની સાત નગરપાલિકાના વિકાસ માટે રૂપિયા ૧૧.૩૭ કરોડની ગ્રાન્ટ ઓનલાઇન ચૂકવાઇ છે .આ વિકાસ સહાયથી નગરજનો માટેની માળખાકીય અને પાયાની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થશે.
આ તકે તેમણે કચ્છ જિલ્લા શહેરી વિકાસનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ,મુન્દ્રા પોર્ટ ના પગલે સ્થાનિકો અને કમાવવા આવેલા લોકોની રોજગારી અને માથાદીઠ આવક વધી છે. ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે.ગાંધીધામ ઔદ્યોગિક હબ બન્યું છે. અંજારમાં વીરબાળ વીરભૂમિ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે . ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા પ્રવાસનની ઉજળી તકો દેખાઈ રહી છે. નર્મદાના વધારાના એક મિલીયન ધનફુટ પાણીને રૂ.૩૪૭૫ કરોડના ખર્ચે પાઇપલાઇનથી કચ્છને મળવાથી પાણીની રાહત મળશે .કચ્છ યુનિવર્સીટીથી શિક્ષણ માં વિકાસ થયો છે .આવા અનેકવિધ વિકાસ થી આજે કચ્છ પ્રગતિ કરી રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ નગરપાલિકાઓને રૂપિયા ૧૧.કરોડ ૩૭ લાખ ૫૦ હજારની સહાય વિકાસ માટે કરવામાં આવી છે.
ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી એ જણાવ્યું હતું કે ,ગુજરાત નું વિકાસ મોડલ અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આજે શહેરી વિકાસના કામોને અગ્રતા આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકાર રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૦૦ કરોડની રકમના ચેક અર્પણ કરશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અન્વયે યોજાઈ રહેલા આ શહેર જનસુખાકારી દિવસ નિમિત્તે કચ્છની સાત નગરપાલિકા ને વિકાસ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. અન્ય રાજ્ય કોરોનાની મહામારી માંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યાં હતા ત્યારે ગુજરાત રાજ્ય કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે વિકાસની કામગીરી કરીને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વિકાસ સંકલ્પ ને વિકાસ કાર્યોને પાયાના સર્વે લોકો સુધી પહોંચાડવાની ફરજ આપણા સૌનીછે એમ પણ તેમણે આ તકે જણાવ્યું હતું.
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે આ તકે આ જિલ્લાના નોંધનીય વિકાસની વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તેની વિકાસયાત્રામાં ભુજ શહેરને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરાશે. શહેર ના વિકાસમાં વહીવટી તંત્રનો સહકાર પણ તેમણે જણાવ્યો હતો. ભાડાના વિકાસમાં કલેકટર પ્રવીણ ડી.કે ના સહયોગનો ઉલ્લેખ તેમણેકર્યો હતો.
શહેરીજનોની સુખાકારી દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં રૂપિયા ૧૧.૩૨ કરોડ ના ચેક વિતરણ માં જિલ્લાની સાત નગરપાલિકાઓમાં ભુજને રૂ. ૨.૫૦ કરોડ, ગાંધીધામને રૂ. ૨.૫૦ કરોડ ,અંજારને રૂ. ૧.૫૦ કરોડ, માંડવીને રૂ. ૧.૫૦ કરોડ, રાપરને રૂ. ૧.૨૫ કરોડ, મુન્દ્રાને રૂ. ૧.૨૫ કરોડ પ્રથમ હપ્તાની ગ્રાન્ટના ચેક મંચસ્થ મહાનુભાવોએ અર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તમામ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
. આ કાર્યક્રમની આભારવિધિ અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ એ કરી હતી. કાર્યક્રમમાં કલેકટર પ્રવીણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.