બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાધુ સંતો ની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી શોભાયાત્રા મહોત્સવના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

બોટાદ ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ પ્રખંડ દ્વારા આવતી જન્માષ્ટમી મહોત્સવના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોટાદના સાધુ સંત સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત મંત્રી તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે સાધુ સંત દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે હિન્દુ સમાજ સંગઠિત બનો એક બનો અને સંગઠિત થઈ હિન્દુ સમાજના દરેક સમાજના લોકો માટે ઉપયોગી બનો
આ પ્રસંગે પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતી તેમજ અન્ય મહાનુભાવો અને સાધુ-સંતો દ્વારા લોકોને સંગઠિત થઈ અને એક બનો નેક બનો તેમજ હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરો તેવું આહવાન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પાળીયાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય 1,008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય નિર્મળાબા, તથા આત્માનંદ સરસ્વતી જી તથા જ્ઞાન સ્વરૂપ સ્વામી તેમજ વિવેકસાગર સ્વામી તથા માધવ સ્વરૂપ સ્વામી તથા મહાસુખાનંદ સરસ્વતી સ્વામી તથા નિર્મળ સ્વામી તથા વિશ્વ મંગલ સ્વામી તથા નિર્મલ ગીરીબાપુ તેમજ અન્ય સાધુ-સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના તમામ સભ્યો મોટી અને બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
આ પ્રસંગે તમામ સાધુ-સંતોએ આશીર્વચન પાઠવેલ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ તમામ કાર્યકરોને સંગઠિત થઈ કાર્ય કરવાનું આહ્વાન કરેલું