દાહોદ શહેરમાં રખડતા પશુઓનો વધ્યો ત્રાસ


દાહોદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં પશુઓનો ત્રાસ વધતો જાેવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પશુઓ રસ્તાની વચ્ચો વચ્ચ બેસી રહેતાં હોય છે જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને વાહન હંકારવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ઘણીવાર તો પશુઓ દ્વારા જાહેર માર્ગ ઉપર દોડા દોડીના દ્રશ્યો પણ સર્જાય છે અને સામેથી વાહન ચાલકો પસાર થતાં અકસ્માતનો ભય પણ વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે. દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવી બેસી રહેતાં હોય છે. પશુઓના માલિકો દ્વારા પોતાના પશુઓ છોડી મુકાતા આ સમસ્યા ઉદ્ભવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે સંબંધિતો દ્વારા આ મામલે યોગ્ય પગલા લેવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.