બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે મધ્યે પૂ.ભગવતી માતા નો જન્મોત્સવ અને વષગાઢ દિવસ ની ઉજવણી કરવામાં આવી


બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે મધ્યે પૂ.ભગવતી માતા નો “108” મો મંગલ જન્મોત્સવ અને ગુરૂમંદિર ના “17” મી વષઁગાંઠ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી… અનંત અનંત પરમ ઉપકારી પૂજય ગુરૂદેવ કાનજી સ્વામી પ્રેરીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ મધ્યે શ્રાવણ વદ-૨-તા-24-8-2021 ના પ્રશમમૃતિ ધન્યઅવતાર પૂજય બહેન ભગવતી માતા નો “108” મી જન્મ જયંતિ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તેમાં સવારે જિનેન્દ્ર અભિષેક- પૂજા-આરતી અને પૂ. કહાનગુરૂદેવ તથા પ્રશમમૂતિં ભગવતી માતાજી નું માંગલીક શ્રવણ કરવામાં આવેલ તથા “માત જન્મવધામણા” પૂ.ગુરૂદેવ નું પ્રવચન તથા પ્રભાવના કરેલ અને સાંજે માત મંગલ જન્મ વધાઈ ની ભકિત અને આરતી કરવામાં આવેલ…
બિજા દિવસે શ્રાવણ વદ-3- ને તા:- 25-8-2021 ને બુધવારના રોજ “ગુરુમંદિર” ની 17 મી વાષીઁક વષઁગાંઠ ની ભવ્ય ઉજવણી આનંદ ઉત્સાહ પૂવઁક કરેલ આ દિવસે જિનેન્દ્ર અભીષેક ગુરુપૂજા તથા જિનવાણી પૂજા બાદ અહિંસા પરમો ધમઁ ની ધમઁધજા નું “ગુરૂમંદિર” પર વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવેલ અને સારાયે વિશ્વમાં મંગલતા પ્રસરે તે માટે પૂ.ગુરૂદેવ નું માંગલીક શ્રવણ અને વ્હાલા પૂ.કહાન ગુરુદેવની શ્ર્વેત સંગેમરમર પ્રતિકૃતિ ની પાવન પધરામણી ના તથા ષટ્ખંડાગમ શાસ્ત્ર તથા સમયસાર પંચ પરમાગમ સ્થાપીત જિનવાણી ના મંગલ વધામણાં તથા તત્વરસ થી તરબોળ પૂ.કહાન ગુરૂદેવ નું પ્રવચન, અને પ્રભાવના સંઘજમણ નું આયોજન કરવામાં આવેલ, સાંજે જ્ઞાની ધર્માત્મા ની સમુહ ભકિત કરી આરતી ઉતારવામાં આવેલ આ ઉત્સવમાં બહાર ગામ થી ઘણાં મુમુક્ષુ પધારેલ અને લાભ લીધેલો આ રીતે બે-દિવસ સહું ભકતજનો એ આનંદ ઉત્સાહ થી ધમઁ લાભ લીધેલ ઉત્સવ નિમિત્તે “ગુરુમંદિર” ને આકષઁક અને ભવ્ય અનોખી રીતે ડેકોરેશન કરવામાં આવેલ….