પાટણ જિલ્લા ના રાધનપુર હાઈવે પર નવીન શોપીગ સેન્ટર ના બાંધકામમાં થયેલ માટી પુરાણ ની તપાસ થવા માંગ


રાધનપુર હાઇવે ચાર રસ્તા પર નવી આકાર પામી રહેલ શોપિંગ સેન્ટર ના બાંધકામ માટે બિલ્ડાર દ્વારા કરવામાં આવેલ માટીપુરાણ બાબતે માંથી ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા ની તપાસ થવા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રાધનપુર શહેરના રે. સ. નં. ૩૭૭/બ/૬ વાળી જમીન જેનું માપ એ.ગુ.૦.૨૯ છે જે મફાભાઈ સવાભાઈ વાઘરીના કુલ મુખત્યાર અશોકભાઈ કાલુભાઈ શેખ ના નામે ચાલે છે આ જમીન ને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૯૭૩ માં રહેણાંક હેતુ માટે બિન ખેતી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ૧૯૭૯ વાહ ફરી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રહેણાકના હેતુ માંથી કોમર્શિયલ હેતુ માના જમીન ફેરવવા નો હુકમ કરવામાં આવ્યો હતો. હેતુફેર ના હુકમ બાદ આ જમીન પર ઘણા વર્ષો પછી શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવેલી છે આ શોપિંગ સેન્ટર બનાવવા માટે માટી પુરાણ કરવામાં આવ્યું છે શોપિંગ સેન્ટર બનાવવા માટે પુરાણ કરવામાં આવેલ માટી રાધનપુર વિસ્તારના આજુબાજુમાંથી સરકારી તેમજ ગૌચર જમીન ગેરકાયદેસર ખોદકામ કરી લાવવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે શોપિંગ સેન્ટરના બાંધકામ પુર્વ થયેલ માટીપુરાણ બાબતે તપાસ થવા પાટણ જિલ્લા કલેકટર ને સોલંકી હંસાબેન બાબુલાલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
બાઈટ હંસાબેન સોલંકી
રિપોટર ભરતભાઇ સથવારા પાટણ