મોરબીના રંગપર પાસેથી બે ઇસમો 300 લિટર દારૂ ભરેલ ક્વાલીસ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી ટોયોટો ક્વાલીસ ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાથી 300 લિટરદેશી દારૂ મળી આવ્યો હતો જેથી દારૂ, મોબાઈલ અને ગાડી મળીને 4.11 લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ રંગપર ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી ટોયોટો ક્વાલીસ ગાડી નંબર જીજે 11 એસ 2336 ને રોકીને પોલીસે ચેક કરતાં તે ગાડીમાથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.

જેથી પોલીસે જીગ્નેશ કુકાભાઇ લગદાણીયા કોળી (ઉ.26) અને પ્રવિણ દિલુભાઇ માંડલીયા જાતે દેવીપુજક (ઉ.30) રહે. ઢેઢુકી તાલુકો સાયલાની ધરપકડ કરી હતી તેની પાસેથી ગાડી, દારૂ અને બે મોબાઈલ મળીને કુલ 4.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે આ શખ્સોને જીજ્ઞેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા જાતે કોળી રહે. ઢેઢુકીએ દારૂ ગાડીમાં ભરી આપ્યો હતો અને અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે મીયાણા રહે. કાંતીનગર, તે દારૂનો જથ્થો આપવા માટે આવતા હોવાનું આરોપીઓએ પોલીસને જણાવ્યુ છે જેથી પોલીસે બંને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.