ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ : કચ્છ જિલ્લા ના NRI મથક ગણાતા કેરા,બળદિયા,નારાણપર ગામડાઓમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરછ જિલ્લા ના NRI મથક ગણાતા કેરા,બળદિયા,નારાણપર ગામ બન્યા દેસી દારૂ ના હબ. દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ શું ડંકે ની ચોટ ઉપર આ ગામડાઓમાં ધંધો કરી રહ્યા છે આ ગામડાઓમાં ખુલ્લે આમ દારૂ વહેચાઈ રહ્યો છે શું આ બાબતે તંત્ર ના આખ આડા કાન છે ગુજરાત રાજ્ય માં દારૂ બંધી હોવા છતાં દારૂ નો સામ્રાજય વધતું જ જાય છે કેરા,બળદિયા,નારાણપર જેવા ગામડાઓમાં અનેક વિસ્તારોમાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉલ્ટી ગંગા વહી રહી છે. બુટલેગર્સ દારૂબંધીના લીરેલીરા ઉડાડી દેશી – વિદેશી દારૂના શોખીનોને દારૂ પૂરો પાડી કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે તેમજ દેશી દારૂ બનાવવા માટે અતિ ખરાબ વસ્તુઓનો ઉપયોગ થતો હોય જે માનવ જીવન માટે જીવલેણ સાબીત થાય તેમ હોય છે અને આ પ્રકારના રસાયણવાળો દારૂ ઢીચવાથી મોટી જાનહાની થવાની ભીતિ છે ત્યારે શું તંત્ર લઠ્ઠાકાંડ થાય અને મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહી છે કે કેમ ? આ બાબતે તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે.