સામખિયાળી થી પાલનપુર સુધી નો રોડ અત્યંત ખરાબ એના વિરોધ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એ વિરોધ નોંધાવ્યો
 
                
સામખિયાળી થી પાલનપુર માર્ગ પર ફૂટ-ફૂટ ના ખાડાઓ જોવા મળે છે,આ ખાડાઓ ના કારણે અકસ્માત થવા ની સંભાવનાઓ ખૂબ જ રહેલી છે,અને આ ખાડાઓ ના કારણે અનેક અકસ્માતો થયેલા પણ છે, સામખીયાળી થી રાધનપુર ટોલ નાકે રોડ ની અત્યંત ખરાબ સ્થિતિ ના લીધે ટોલનાકા પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નો જનહિત માં નેશનલ હાઇવે ઓથોરિટી સામે વિરોધ કરવા માં આવ્યો. દેશ માં લોકડાઉન ના કારણે ધંધા રોજગાર પડી ભાગ્યા છે,મોંઘવારી એ માઝા મૂકી છે,પેટ્રોલ, ડીઝલ માં અસહય ભાવ વધારા ના કારણે જન જીવન ખોરવાઈ ગયું છે, રાજ્ય ની ભાજપ સરકાર ને ખાસ વિનંતી કે ગુજરાત ની જનતા નો અવાજ સાંભળવા આવે અને આ રસ્તાઓ પર આવેલા ખાડાઓ અને રસ્તો ફરી થી બનાવવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ સાથે સામખીયાળી થી પાલનપુર હાઇવે રસ્તા પર ગમે તે જગ્યાએ જન જાગૃતિ નો આશ્ચર્યજનક કાર્યકમો કરી સુતેલી સરકાર ને જગાડવાનો કામ કરવામાં આવશે. “પહેલા રોડ,પછી ટોલ” આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત માં જ્યાં જ્યાં રસ્તાઓ ખરાબ હોય અને પ્રજા પાસે થી ટોલ ઉઘરવામાં આવે છે ત્યાં જઈ ટોલ આપવાનું બધ કરવા આહવાન કરી જાગૃત કરવામાં આવશે, નરેશ મહેશ્વરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ – કચ્છ – ગુજરાત.
 
                                         
                                        