આજે વિશ્વ પ્રવાસ દિવસ નિમિતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત કચ્છનો પ્રવાસે આવ્યા જ્યાં કચ્છ કલેક્ટર પ્રવિણા ડી. કે. એ ભુજ એરપોર્ટ ખાતે રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

કચ્છ જિલ્લા ના એક દિવસના પ્રવાસે પધારેલા માનનીય રાજ્યપાલ આચા ર્ય દેવવ્રતજીનું ભુજ એરપોર્ટ ખાતે કચ્છ કલેકટરપ્રવીણા ડી. કે. એ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ,મુન્દ્રા પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, ભુજ શહેર મામતદાર સી. આર. પ્રજાપતિ તેમજ વહીવટી તંત્રના અન્ય અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.