મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ તથા આજુ બાજુના વિસ્તારમાંથી એકી સાથે ત્રણ બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.જાણવા મળતી માહિતી મુજબ લાલપર ગામ હનુમાનજી વાળા ગેઇટ પાસે રહેતા દેવજીભાઈ મગનભાઈ બારેજીયા જાતે પ્રજાપતી (ઉ.51) એ ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી. સુરેન્દ્રનગર, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી. સુરેન્દ્રનગર અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર સામે ફરિયાદ નોંધવી છે  ગત તા. 1/8 થી 2/8 ના સવારના 9 વાગ્યા સુધીમાં કોઈપણ વખતે લાલપર ગામ પાસેથી તેનું બાઇક નંબર જીજે 36 એન 5190 અને અન્ય બે વ્યક્તિના બાઇક જેના નંબર જીજે 36 એમ 8734 અને જીજે 36 એએ 7139 આમ કુલ મળીને 60,000 ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે આઇપીસી કલમ 379,114 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે શખ્સો સામે ગુનો નોંધાયો છે તે અગાઉ ચોરાઉ બાઇક સાથે પકડાયેલા છે જેથી હાલમાં ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.