પોરબંદર અને મજીવાણામાં શરાબ સાથે બે ઇસમો ઝડપાયા

બોખીરા ડિવાઇન સ્કુલ નજીક વાડી વિસ્તારમાં રહેતા મનીષ લખમણ વદરને બાઈકમાં વ્હીસ્કીની સીલ તુટેલી બોટલ સાથે જ્યુબેલી ચાર રસ્તેથી ઝડપીને વીસ હજાર ચારસોનો મુદામાલ જપ્ત કર્યો હતો. મજીવાણાના ભરવાડ ફળિયામાં રહેતા વિજય પરબત હાટગરડાને ચારસો રૂપિયાની વ્હીસ્કી તેને મયુર રાઘવ પાસેથી લીધાની કબુલાત કરતાં તેની સામે પણ ગુનો નોંધવાવમાં આવ્યો છે. જ્યારે વિંજરાણા ગામના પાટીયા નજીક રહેતા દેવા નારણ કોડીયાતરને ત્રણસો રૂપિયાની શરાબની પંદર કોથળી સાથે ઝડપી લીધા પછી પુછપરછ કરવામાં આવતાં આ શરાબ તેણે બાધા નારણ કોડીયાતર પાસેથી લીધાની કબુલાત કરતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખારવાવાડના બાબુમેઘજી મઢવી, માધવજી કાનજી મોદી, સુભાષનગરના સવજી ગોવિંદ જેબર, વિનોદ છગન ચૌહાણ સામે પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે.