ડીસા આખોલ ચાર રસ્તા પાસે ફેક્ટરીમાં તસ્કરો ત્રાટકીને કોપરવાયર અને કોયલની તસ્કરી

ડીસાના આખોલ ચાર રસ્તા પર આવેલ મેસર્સ એસ.ટી.ડી.ટ્રાન્સફોર્મર વિકાસ એસ્ટેડ નામની ફેકટરીમાં અજાણ્યા ઇસમોએ ત્રાટકી રૂ. 22,500 ની કિંમતના 45 કિલો કોપર વાયર તથા કાંયલની તસ્કરી કરી નાસી ગયાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ સ્ટેશને લખાવાઈ છે. બનાસકાંઠા જીલ્લામાં ફુલ ગુલાબી ઠંડીનની શરૂઆત થતાજ ચોરો એક પછી એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ફેકટરીમાં તસ્કરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડીસા ખાતેની અર્બુદાનનગર સોસાયટી ખાતે રહેતા ભરતભાઇ મુળજીભાઈ દેસાઇની આખોલ ચાર રસ્તા ધાનેરા રોડ પર આવેલ મેસર્સ એસ.ટી.ડી.ટ્રાન્સફરમર વિકાસ એસ્ટેડ નામની ફેકટરીમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી ફેકટરીમાં પડેલ રૂ. 22,500 ની કિંમતના 45 કિલો કોપર વાયર તથા કોયલની માલમતાની તસ્કરી કરી નાસી ગયા હતા. આ અંગે ફેકટરી માલિક ભરતભાઇ મુળજીભાઈ દેસાઇએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા ઈસમ વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.