ભુજમાં બે બાઇક ટકરાતાં એક શખ્સને ઇજા

ભુજમાં બે બાઇક ટકરાતાં એક શખ્સને ઇજાઓ પહોચી હતી. તેથી તેને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં લક્ષ્મણરામ ચેનારામ જાટે લખાવેલી ફરિયાદ પ્રમાણે રાત્રિના અરસામાં બાઇક નં જીજે 12 ડીએચ 1882 લઈને જઇ રહ્યો હતો. આ દરમ્યાન આત્મારામ સર્કલ નજીક પહોચતાં સાથે બાઇક નં જીજે 12 એડી 1163ના ચાલકે લક્ષ્મણરામની બાઈક સાથે જોરદાર ભટકાવી હતી. જેના કારણે લક્ષ્મણરામ નીચે પટકાતાં હાથમાં ઇજા થઈ હતી. આ ઉપરાંત બાઈકની પાછળની સીટ પર બેઠેલા તેના મિત્રને પણ માથામાં ઇજા પહોચી હતી.