ભુજમાંથી એલસીબીએ ચોરાઉ બાઇક સાથે એક ઇસમ ઝડપાયો

ભુજમાંથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો. જેને ઝડપીને ભુજ શહેર એ ડિવિઝન પોલ્સને સુપરત કરવામાં આવ્યો હતો. આ અંગે એલસીબીમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાતમીના આધારે એલસીબીની ટીમે 36 ક્વાર્ટર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન શકીલ અલીમામદ ચનાણી રહે. સુમરાસર(શેખ) હીરો હોન્ડા સ્પ્લેન્ડર (કિંમત રૂ. 74,000) લઈને નીકળ્યો હતો. જેની પાસેથી બાઈકના આધાર-પુરાવા માગતાં તે આપી શક્યો ન હતો. તેથી પોલીસે તેની ખરાઈ કરતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં લખાયેલા ગુનાનું બાઇક હતું. તેથી ઇસમને સીઆરપીસી કલમ41(1) (ડી) મુજબ ધરપકડ કરીને આગળની તપાસ માટે ભુજ એ ડિવિઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો.