ખત્રીવાદ પાસે વર્લી ફીચરના આંકડા લેતા બે ઈસમ ઝડપાયા

શહેરના ખત્રીવાદ પાસેની પારેખવાડી નજીક વર્લી ફીચરના આંકડા લઈ જુગાર રમતો હોવાની બાતમી આધારે ક્રાઇમબ્રાંચના પીએસઆઈ વી.જે જાડેજા, એસ.એસ આઈ જયેશભાઇ નિમાવત અને જયદીપસિંહ બોરાણા સહિતના સ્ટાફે દરોડો પાડી દૂધસાગર રોડ પર ક્વાર્ટરમાં રહેતા નિલેશ જનકભાઇ લખલાણી અને કેવડાવાડીમાં દિવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા કેતન સુભાષભાઈ જડિયાને પકડી તેઓની પાસેથી રોકડ,3 મોબાઈલ સહિત રૂ. 17 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.