બનાસકાંઠા એલસીબીએ ભોરડુ ગામ નજીકથી 576 બોટલ વિદેશી દારૂ પકડ્યો
copy image

બનાસકાંઠા એલસીબીનો સ્ટાફ થરાદ પંથકમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે થરાદ તાલુકાનાં ભોરડુ ગામ નજીકથી સ્વિફ્ટ ગાડીમાંથી 20,2800 ની કિંમતના 576 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ સાગરીતોને પકડી પાડી કાયદેસરની તપાસ કરી હતી. બનાસકાંઠા એલ.સી.બી ના ડી.આર ગઢવી I/c પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ આર.ચૌધરી પોલ્સ સબ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન અનુસાર એલસીબીનો સ્ટાફ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ભોરડુ ગામ નજીકથી એક સ્વિફ્ટ કાર નં આરજે 46 સીએ 0288 માંથી વિદેશી દારૂની બોટલ નંગ 576 કિંમત રૂ. 20,2800 સાથે અરજણભાઈ ભુરાભાઈ રાજપુત વાળાને પકડી પાડ્યો હતો. જ્યારે આ દારૂ કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતાં આ દારૂ xuv ગાડી નં જીજે 03 એચઆર 1666માં સુનિલકુમાર ભરતભાઇ ડાંગર તથા નિતેશકુમાર મનસુખલાલ ઠક્કર વાળાઓ લેવા આવતા ઝડપાઇ ગયા હતા. દારૂ હડેતર ઠેકા પરથી મેવાભાઇ બેચરાભાઈ રબારી તથા અશોકભાઇનાઓએ દારૂ ભરાવી કાર નં આરજે 46 સીએ 0288 કિંમત રૂ. 30,0000 તથા xuv ગાડી નં જીજે 03 એચઆર 1666 કિંમત રૂ.60,0000 તથા મોબાઈલ 03 કિંમત રૂ 10,500 મળી કુલ કિંમત રૂ.11,13,300 ના મુદામાલ સાથે મળી આવતા બધા વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની તપાસ કરેલ છે.