ઉખરલા પાસે આવેલા કારખાનામાંથી રૂ.4.43 લાખના કોપર વાયરની તસ્કરી

ઉખરલા ગામની સીમમાં આવેલા ન્યૂટ્રીફાઈ હેલ્થ ફુડ્ઝ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક કામ માટે ખરીદેલા થ્રી ફેઝના કોપર વાયરની બે અજાણ્યા શખ્સોએ ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે.નેસવડથી ઉખરલા જતાં રસ્તે ઉખરલા ગામની હદમાં આવતા વિસ્તારમાં આવેલા ન્યુટ્રીફાઈડ હેલ્થ ફુડ્ઝ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક કામ ચાલી રહ્યું હોવાથી કારખાનાના માલિક રઝાઅલી મહમદહુસેન મેઘાણીએ રાજકોટથી જુદી જુદી સાઈઝના થ્રી ફેઝ કેબલ વાયરના કુલ 12 બંડલો મંગાવ્યા હતા.જે કારખાનાના ચેન્જ રૂમમાં રાખ્યા હતા. ગત તા. 14/12ની સાંજના અરસા થી 15/12ની સવારના અરસાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ થ્રી ફેઝ કેબલ વાયરના રૂ.4,43,004ની કિંમતના 11 બંડલોની તસ્કરી કરી હતી. આ અંગે કંપનીના માલિક તથા મેનેજરને જાણ થતાં કારખાનાના સીસીટીવી ચકાસતા 14મીની રાત્રીના અરસા થી 15મીના રાત્રીના અરસાના સમયગાળા વચ્ચે કારખાનાની દિવાલ કુદી પ્રોસેસિંગ વિભાગની બાજુમાં આવેલા ચેન્જ રૂમમાંથી 11 નંગ બંડલોની તસ્કરી કરી હતી. આ અંગે કારખાનાના જનરલ મેનેજર મહંદી મુંતઝીર રફીકઅલી નુરાનીએ વરતેજ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.