ભાવનગર વિસ્તારમાં કુંભારવાડા રોડપર ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં મૃત્યુ

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતો યુવાન તેના પિતાને લઈને બાઈક પર કુંભારવાડા-ગઢેચીવડલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટેન્કર ચાલકે અડફેટે લેતાં યુવાનને ઈજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો.આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતો પ્રદિપ અજીતભાઈ ચાવડા સવારના અરસા દરમિયાન પોતાની બાઈક પર તેના પિતાને લઈને કુંભારવાડા-ગઢેચીવડલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ ભાયાણીની વાડી નજીક એક પાણીના ટેન્કર ચાલકે બાઈક ચાલક યુવાનને અડફેટે લેતાં યુવાનને પગે ગંભીર ઈજા થઈ હતી. આથી આ યુવાનને પ્રથમ સર.ટી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો. આ અંગે ડી-ડીવીઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.