સાણંદમાંથી વરલી મટકાનો જુગાર રમતા 5 ઇસમો પકડાયા

સાણંદ શહેરના ઘોડાગાડી સ્ટેન્ડ નજીક વરલી મટકાનો જુગારધામ ચલાવતા ઈસમના ત્યાં પોલીસે દરોડો પાડી રૂ.69,002 નો મુદ્દામાલ સાથે 5 ઇસમોને પકડી પાડી તમામ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાણંદ પોલીસને બાતમી મળી હતી કે સાણંદના ઘોડાગાડી સ્ટેન્ડ નજીક આવેલ જાહેર શૌચાલય પાસે દિલીપસિંહ ઉર્ફે દિલો વાઘેલા (સાણંદ)નો પોતાના અમુક માણસો રાખી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડે છે.જેથી સાણંદ પોલીસે બાતમી વાળા સ્થળે સાંજના અરસામાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમી રહેલા દિલીપસિંહ ઉર્ફે બહાદુરસિંહ વાઘેલા (સાણંદ), રણજીતસિંહ રમાભાઈ ચૌહાણ (ગોરજ), વિક્રમભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (તેલાવ), શૈલેષ ઉર્ફે કાળીયો બાબુભાઈ ઠાકોર (સાણંદ), કનુભાઈ બાબુભાઇ ઠાકોર (સાણંદ)ને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન રોકડા રૂ.34,500, 3 મોબાઈલ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.69,002 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા 5 ઇસમો વિરુદ્ધમાં સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.