વિસનગરમાંથી ચાઇનિઝ દોરીના 30 રીલ સાથે એક ઈસમ પકડાયો

વિસનગરના દીપરા દરવાજા વિસ્તારમાં રૂ.10,800ના પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના 30 રીલ સાથે પોલીસે એક ઈસમને પકડી પાડ્યો હતો. શહેર પોલીસને દીપરા દરવાજા વણકર વાસ પાસે ડેરી નજીક રહેતો વણકર નરેશ કનુભાઇ નામનો શખ્સ પ્રતિબંધિત ચાઇનિઝ દોરી વેચતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી તેના રહેણાંક મકાનમાં તપાસ કરતાં ચાઇનિઝ દોરીના 30 રીલ મળી આવ્યા હતા. પોલીસે રૂ.10,800ના ચાઇનિઝ દોરીના રીલ જપ્ત  કરી ઝડપાયેલા નરેશ કનુભાઇ સામે ગુનો દાખલ કરાવ્યો છે.