કુંભારવાડા વિસ્તારમાંથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર કુંભારવાડા ગીરનાર સોસાયટીમાં ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ નરેશભાઇ વૃજલાલ શાહ ઉવ. ૬૭ રહેવાસી નારકોરડા દર્શન ફલેટ, બ્લોક નં. ૨૦૨, ડાયમંડ ચોક, ભાવનગરવાળાને કુંભારવાડા ગીરનાર સોસાયટીમાં બોગસ દવાખાનુ ખોલી ડીગ્રી વિનાની લોકોને દવા આપતો અને સારવાર કરતો હતો તેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૭૨૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ બોરતળાવ પોલીસ ચલાવી રહી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પી.ડી.ગોહિલ તથા પોલીસ કોન્સ. હારીતસિહ ચૌહાણ, પાર્થભાઇ પટેલ, વિશ્વજીતસિંહ ઝાલા તથા પરેશભાઇ પટેલ પણ જોડાયા હતા.
રિપોર્ટર એઝાદ શૈખ ભાવનગર